પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચતા ચોરે અપનાવ્યો નવો કીમિયો! ગુજરાતમાં સામે આવ્યો કિસ્સો

અમદાવાદની ચાંદખેડા પોલીસની ગિરફ્તમાં ઉભેલા શખ્સો નામ નામ છે ડ્રાઈવર લક્ષ્મણ ગુપ્તા ટ્રાન્સપોર્ટર ઉગ્રશ્યામ રાજપૂત અને તેના ભાઈ ટ્રાન્સપોર્ટર અશોક રાજપૂત આ ત્રણેય શખ્સો એક જ ગામ ના હોવાથી છેલ્લા ઘણા સમયથી પરિચિતમાં હતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો પણ સાથે કરતા હતા. 

પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચતા ચોરે અપનાવ્યો નવો કીમિયો! ગુજરાતમાં સામે આવ્યો કિસ્સો

ઉદય રંજન/અમદાવાદ: પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચતા અમદાવાદના ટ્રાન્સપોર્ટરે ચોરી કરવાનો નવો કીમિયો અપનાવ્યો પણ વધુ સમય ન ચાલ્યો અને પોલીસના હાથે ટ્રાન્સપોર્ટર પકડાઈ ગયો હતો. 

અમદાવાદની ચાંદખેડા પોલીસની ગિરફ્તમાં ઉભેલા શખ્સો નામ નામ છે ડ્રાઈવર લક્ષ્મણ ગુપ્તા ટ્રાન્સપોર્ટર ઉગ્રશ્યામ રાજપૂત અને તેના ભાઈ ટ્રાન્સપોર્ટર અશોક રાજપૂત આ ત્રણેય શખ્સો એક જ ગામ ના હોવાથી છેલ્લા ઘણા સમયથી પરિચિતમાં હતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો પણ સાથે કરતા હતા. 

ચાંદખેડા પોલીસ આ ત્રણેય ની ઇન્ડિયન ઓઇલ ના ટેન્કર માંથી પેટ્રોલ અને ડીઝલ ચોરીના ગુનામાં ધરપકડ કરી છે. આ ત્રણેય શખ્સો ચાંદખેડા વિસ્તારમાં ઇન્ડિયન ઓઇલના ટેન્કરમાંથી પેટ્રોલ અને ડીઝલ ચોરી કરી રહયા હતા. ત્યારે રંગે હાથે પોલીસે પકડી પાડ્યા હતા, પોલીસ ચોરી કરેલ 120 લીટર ડીઝલ અને 90 લીટર પેટ્રોલ કબજે કર્યું છે.

પકડાયેલા મુખ્ય આરોપી ટ્રાન્સપોર્ટર ઉગ્રશ્યામ રાજપૂત અને તેના ભાઈ ટ્રાન્સપોર્ટર અશોક રાજપૂતની મોડ્સ ઓપરેન્ડીની વાત કરવામાં આવે તો ડ્રાઈવર લક્ષ્મણ ગુપ્તા તેનો પરિચિત હતો અને ઇન્ડિયન ઓઇલના ટેન્કરમાં ડ્રાઈવર હતો. જેથી તેની સાથે મળીને ડીઝલ અને પેટ્રોલ ચોર છેલા બે માસથી કરતો હતો. 

ત્યારે ડીઝલ અને પેટ્રોલનું ટેન્કર ખોલવા માટે એક OTPની પણ જરૂર પડતી હોય છે. જેની સગવડ એનકેન રીતે ડ્રાઈવર લક્ષ્મણ ગુપ્તા કરતો હતો. ત્યારબાદ ડીઝલ પેટ્રોલની ચોરી કરીને બંને મુખ્ય આરોપી ઉગ્રશ્યામ રાજપૂત અને અશોક રાજપૂત પોતાના મોટા વાહનોમાં નાખતા અને બાકીનું જે વધુ ડીઝલ પેટ્રોલ બજાર ભાવ કરતા સસ્તું વેચી દેતા હતા.

ચાંદખેડા પોલીસે એ તપાસ શરુ કરી છે કે ડ્રાઈવર લક્ષ્મણ ગુપ્તા પાસે OTP ક્યાંથી અને કોણ આપતું હતું. શું કોઈ ઇન્ડિયન ઓઇલનું કર્મી પણ સંડોવાયેલ છે કે કેમ અને આ ડીઝલ પેટ્રોલ કોને કોને કેટલા સમયથી વેંચતા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news