Heeramandi: પાકિસ્તાની ડોક્ટરનો સાથ આપી વિવેક અગ્નહોત્રીએ કરી હીરામંડીની આલોચના, સંજય લીલા ભણસાલીની કાઢી ઝાટકણી

Heeramandi: વેબ સીરીઝમાં મનીષા કોઈરાલા, સોનાક્ષી સિન્હા અને અદિતિ રાવ હૈદરી સહિતની અભિનેત્રીઓ દમદાર અભિનય કરતી જોવા મળે છે. આ સીરીઝથી વર્ષો પછી ફરદીન ખાન અને અધ્યયન સુમને પણ સ્ક્રીન પર વાપસી કરી છે. એક તરફ આ વેબસીરીઝના વખાણ થઈ રહ્યા છે તો બીજી તરફ ધ કાશ્મીર ફાઈલ્સ અને ધ વેક્સીન વોર જેવી ફિલ્મો બનાવનાર વિવેક અગ્નિહોત્રીએ વેબ સીરીઝની આલોચના કરી છે. 

Heeramandi: પાકિસ્તાની ડોક્ટરનો સાથ આપી વિવેક અગ્નહોત્રીએ કરી હીરામંડીની આલોચના, સંજય લીલા ભણસાલીની કાઢી ઝાટકણી

Heeramandi: વર્ષ 2022 માં આલિયા ભટ્ટની ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડીની સફળતા પછી સંજય લીલા ભણસાલી પોતાની પહેલી વેબ સીરીઝ હીરામંડીને લઈને ચર્ચામાં છે. આ વેબ સીરીઝ 1 મેથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ છે. આ સીરીઝને દર્શકો તરફથી મિક્સ પ્રતિસાદ મળી રહ્યો છે. આ વેબ સીરીઝમાં બોલીવુડ ઈડસ્ટ્રીના દિગ્ગજ કલાકારો એક સાથે જોવા મળે છે. 

વેબ સીરીઝમાં મનીષા કોઈરાલા, સોનાક્ષી સિન્હા અને અદિતિ રાવ હૈદરી સહિતની અભિનેત્રીઓ દમદાર અભિનય કરતી જોવા મળે છે. આ સીરીઝથી વર્ષો પછી ફરદીન ખાન અને અધ્યયન સુમને પણ સ્ક્રીન પર વાપસી કરી છે. એક તરફ આ વેબસીરીઝના વખાણ થઈ રહ્યા છે તો બીજી તરફ ધ કાશ્મીર ફાઈલ્સ અને ધ વેક્સીન વોર જેવી ફિલ્મો બનાવનાર વિવેક અગ્નિહોત્રીએ વેબ સીરીઝની આલોચના કરી છે. 

પોતાના નિવેદનનોના કારણે ચર્ચામાં રહેતા વિવેક અગ્નિહોત્રીએ વેબ સીરીજને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેણે પાકિસ્તાની ડોક્ટરની પોસ્ટને શેર કરતા લખ્યું છે કે, આ સીરીઝ તેણે જોઈ નથી પરંતુ લાહોરની હીરામંડીમાં અનેકવાર ગયા છે. બોલીવુડમાં તવાયફો અને રેડ લાઈટ એરિયાને રોમાંટિક બનાવવાની આદત છે. જે દુખની વાત છે. કારણ કે વેશ્યાઘર ગ્લેમર અને બ્યુટીની જગ્યા નથી. તે માનવીય અન્યાય, દુખ અને સંઘર્ષનું સ્મારક છે. જેને આ વાતની ખબર નથી તેમણે શ્યામ બેનેગલની મંડી ફિલ્મ જોવી જોઈએ. શું એવી ફિલ્મ બનાવવી યોગ્ય છે જે ઝુગ્ગી-ઝોપડીના જીવનને આલિશાન બતાવે ? ત્યાં રહેતા લોકોને આ પ્રકારના કપડામાં દેખાડવા યોગ્ય છે ?

— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) May 4, 2024

શું કહ્યું પાકિસ્તાને ડોક્ટરે ?

હીરામંડી વેબ સીરીઝને લઈને પાકિસ્તાની ડોક્ટર હમ્દ નવાઝે સંજય લીલા ભણસાલીની વેબ સીરીઝ હીરામંડીની આલોચના કરી છે. તેણે એક ફોટો શેર કર્યો છે અને લખ્યું છે, હીરામંડી વેબ સીરીઝ જોઈ અને તેમાં હીરામંડી સિવાય બધું જ જોવા મળ્યું... તમે તમારી સ્ટોરી 1940 ના લાહૌર પર સેટ ન કરો... અને સેટ કરો તો તેમાં આગરાની જગ્યા, દિલ્હીની ઉર્દુ, લખનવી પોશાક અને 1840 ના વાતાવરણને સેટ ન કરો. એક લાહૌરી તરીકે આ વાત સ્વીકારી શકાતી નથી..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news