Parineeti Chopra અને Raghav Chadha એ સુવર્ણ મંદિર દર્શન કર્યા બાદ કરી સેવા, Video થયો વાયરલ

Viral Video: બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપડા અને આપ નેતા રાઘવ ચઢ્ઢા એકસાથે અમૃતસરના સુવર્ણ મંદિર ખાતે દર્શન કરવા પહોંચ્યા હતા. આ કપલના ગોલ્ડન ટેમ્પલમાં દર્શન કર્યાના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જેમાંથી એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં પરિણીતી અને રાઘવ ગુરુદ્વારામાં સેવા કરતાં જોવા મળે છે. 

Parineeti Chopra અને Raghav Chadha એ સુવર્ણ મંદિર દર્શન કર્યા બાદ કરી સેવા, Video થયો વાયરલ

Viral Video: બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપડા અને આપ નેતા રાઘવ ચઢ્ઢા એકસાથે અમૃતસરના સુવર્ણ મંદિર ખાતે દર્શન કરવા પહોંચ્યા હતા. આ કપલના ગોલ્ડન ટેમ્પલમાં દર્શન કર્યાના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જેમાંથી એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં પરિણીતી અને રાઘવ ગુરુદ્વારામાં સેવા કરતાં જોવા મળે છે. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ ગુરુદ્વારામાં એકસાથે વાસણો ધોવાની સેવા કરી હતી.

આ પણ વાંચો:

રામ ચરણે દીકરીના નામકરણની શેર કરી તસવીરો, સૌથી અલગ અને ખાસ છે દીકરીનું નામ
 
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાનો આ વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ તેના સોશિયલ મીડિયા પેજ પર પોસ્ટ કર્યો છે. વીડિયોમાં પરિણીતી અને રાઘવ અન્ય ભક્તોની સાથે ગુરુદ્વારામાં દર્શન કર્યા બાદ લંગરના વાસણ સાફ કરવાની સેવા કરતા જોવા મળે છે. 

સુવર્ણ મંદિરમાં દર્શન કરવા પહોંચેલા પરિણીતી અને રાઘવ એકદમ સિમ્પલ લુકમાં જોવા મળ્યા હતા. પરિણીતીએ ઓફ-વ્હાઈટ સૂટ પહેર્યો હતો જ્યારે રાઘવે સફેદ કુર્તા-પાયજામા સાથે ગ્રે જેકેટ પહેર્યું હતું.

અભિનેત્રી પરિણીતી ચોપડાએ પણ તેના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે રાઘવ ચઢ્ઢા સાથે સુવર્ણ મંદિરના સરોવરની સામે જોવા મળી રહી છે. પરિણીતિની આ તસવીર પાછળથી ક્લિક કરવામાં આવી છે. ફોટોના કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું છે કે આ વખતે આ મુલાકાત વધુ ખાસ હતી કારણ કે તે મારી સાથે હતો...  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news