Heeramandi સિરીઝની Release Date જાહેર, આ તારીખથી નેટફ્લિક્સ પર જોઈ શકાશે

Heeramandi Release Date:આ વેબ સિરીઝની રિલીઝ ડેટ અનાઉન્સ કરવા માટે મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સમાં શાનદાર ડ્રોન લાઇટ શો કરવામાં આવ્યો હતો. 1000 ડ્રોન દ્વારા આ શો કરવામાં આવ્યો અને સાથે જ આકાશમાં હીરામંડી વેબ સિરીઝની રિલીઝ ડેટને જાહેર કરવામાં આવી. 

Heeramandi સિરીઝની Release Date જાહેર, આ તારીખથી નેટફ્લિક્સ પર જોઈ શકાશે

Heeramandi Release Date: સંજય લીલા ભણસાલીની અપકમિંગ વેબ સીરીઝ હીરામંડી છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. આ વેબ સિરીઝમાં મનીષા કોઈરાલા, સોનાક્ષી સિંહા, સંજીદા શેખ, રુચા ચઢ્ઢા મહત્વના રોલમાં જોવા મળશે. આ સિરીઝની સ્ટારકાસ્ટનો ફર્સ્ટ લુક તો ઘણા સમયથી રીવિલ કરી દેવામાં આવ્યો હતો. ત્યારે હવે આ સિરીઝની રિલીઝ ડેટ પર જાહેર કરી દેવામાં આવી છે. 

હીરામંડી વેબ સીરીઝના પોસ્ટર અને ફર્સ્ટ લુક જોયા પછી લોકો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે આ વેબ સિરીઝ ક્યારે રિલીઝ થશે. હવે આ વેબ સિરીઝ અંગેની મહત્વની જાહેરાત કરી દેવામાં આવી છે. મલ્ટી સ્ટારર વેબ સિરીઝ હીરામંડીની રિલીઝ ડેટ પણ અનોખા અંદાજમાં અનાઉન્સ કરવામાં આવી છે.

સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત આ વેબ સિરીઝનો ભવ્ય સેટ અને સ્ટારકાસ્ટ લોકોની આતુરતા વધારે છે. આ વેબ સિરીઝ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. આ વેબ સિરીઝની રિલીઝ ડેટ અનાઉન્સ કરવા માટે મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સમાં શાનદાર ડ્રોન લાઇટ શો કરવામાં આવ્યો હતો. 1000 ડ્રોન દ્વારા આ શો કરવામાં આવ્યો અને સાથે જ આકાશમાં હીરામંડી વેબ સિરીઝની રિલીઝ ડેટને જાહેર કરવામાં આવી. આ વેબ સિરીઝ 1 મેથી પર સ્ટ્રીમ થશે.

આ વેબ સિરીઝની ડેટ અનાઉન્સ કરતી વખતે વેબ સિરીઝના ક્રિયેટર અને ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી એ જણાવ્યું હતું કે, તેઓ ટીમના આભારી છે કે તેમણે જૂનુન અને સમર્પણ સાથે હીરામંડીમાં કામ કર્યું. હવે આ વેબ સીરીઝ 1 મે 2024 ના રોજ નેટફ્લિક્સ પર દુનિયાભરમાં સ્ટ્રીમ થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news